મોરબી મહાપાલિકા દ્વારા બાકિ વેરો તાત્કાલિક ભરપાઈ કરવા જાહેર જનતાને અપીલ કરાઈ
મોરબી મહાનગરપાલિકા દ્વારા 1 લાખથી વધુ રકમના 257 મિલકત ધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ જેમાંથી 63 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવેલ છે. તેમજ ટેકસ શાખા દ્વારા 2 પાણી કનેકશન તથા 14 મિલકતોને સીલ કરવામાં આવેલ છે. તેમજ 75000 થી 1,00,000 સુધીની બાકીના 114 મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ છે.
જેમાથી 51 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવેલ છે હાલે ટેકસ શાખા દ્વારા 50,000 થી 75,000 હજારથી વોરંટની બજવણી 66 કરેલ છે જેમાંથી 9 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરેલ છે. તેમજ આગામી સમયમાં ટેકસ શાખા દ્વારા 10000 થી 50000 હજાર સુધીના વોરંટ બજવણી કરવામાં આવશે. આથી મોરબી શહેરની જનતાને બાકી વેરા તાત્કાલિક ભરપાઈ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે.