મોરબી મહાપાલિકા દ્વારા રસ્તા પર વ્યવસાય કરતા રેકડી ધારકોને હંગામી ધોરણે જગ્યા ફાળવી રસ્તા દબાણ મુક્ત કરાયા
મહાનગરપાલિકા દ્વારા ગાંધીચોકની ફરતે રસ્તા પર લારી રાખી ધંધો કરતાં ૪૫ જેટલા રેકડી ધરકોને ગાંધીચોકમાં પટ્ટાપાડી હંગામી ધોરણે જગ્યા ફાળવી જાહેર રસ્તાપરનું દબાણ દૂર કરાવવામાં આવેલ છે જેના કારણે રસ્તો દબાણમુક્ત થતા ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થયેલ છે.
આ ઉપરાંત સર્કિટ હાઉસ સામે આવેલ કુળદેવી પાન પાસેની જગ્યામાં ૨૨ જેટલા રેકડીધારકોને, નરસંગટેકરી પાસે આવેલ ખુલ્લી જગ્યામાં ૨૯ જેટલા રેકડીધારકોને તથા સરદારબાગની સામે અને માધાપર વિસ્તારમાં ૧૮૦ જેટલા રેકડી ધારકોને જગ્યા ફાળવી હંગામી ધોરણે હોકર્સઝોન ચાલુ કરવામાં આવેલ છે.
મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર દબાણ કરી વ્યવસાય કરતા રેકડીધારકોને હંગામી ધોરણે ચાલુ કરેલ હોકર્સઝોનમાં જગ્યા ફાળવવાના કારણે રસ્તાઓ દબાણમુક્ત થતા ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થયેલ છે.