મોરબી મહાપાલિકા વિસ્તારમાં સી.સી. રોડ માટે સરકારમાંથી 30.75 કરોની મંજૂરી મળી
મોરબી શહેરમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ત્યારે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત શહેરમાં સી.સી. રોડ માટે સરકારમાંથી ૩૦.૭૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત લીલાપર રોડના વાયડનીંગ સાથે ડામર રોડનું કામ, શનાળા રોડ (કન્યા છાત્રાલય રોડ) થી બાયપાસ સુધી સી.સી.રોડનું કામ, વર્ધમાન એપાર્ટમેન્ટ થી આલાપ સોસાયટી સુધી સી.સી.રોડનું કામ, માધાપર મેઈન રોડ સી.સી.રોડનું કામ, વી.સી.ફાટક થી અમરેલી રોડ સુધી રોડનું કામ, વેલનાથ ચોક થી નેશનલ હાઇવે સુધી સી.સી. રોડનું કામ, કેસરબાગ થી એલ.ઈ. કોલેજ સુધી સી.સી. રોડનું કામ અને વજેપર મેઈન રોડ સી.સી. રોડનું કામ માટે સરકારમાંથી ૩૦.૭૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે.