મોરબી: મોરબી શહેર છેલ્લા ઘણા વર્ષોથી મહાનગરપાલિકાને દરજ્જો મળે તે માટે થનગની રહ્યું છે જિલ્લાના તમામ નાગરિક ની અંદર ક્યાંક ને ક્યાંક લાગણી મહાનગરપાલિકા ને સમર્થન કરી રહી છે માટે જ રાજકીય આગેવાનો જિલ્લા કલેકટર ની હાજરી માં 18 થી વધુ ગામના સરપંચ સાથે બેઠક યોજી હતી અને મંતવ્ય માંગ્યું હતું.
ત્યારે આ તમામ ગામોમા ગ્રામસભા યોજી અને ગ્રામજનો ના મંતવ્ય લઇને સરકારને જણાવવા માટે સરપંચો દ્વારા કહેવામાં આવ્યુ હતું.
ત્યારે આજે સોમવારે મોટા ભાગના ગામોમાં ગ્રામસભા યોજાવાની હતી.જેના અનુસંધાને ઘુંટુ ગામે ગ્રામજનોના મત લેવા માટે ગ્રામસભા યોજાઇ હતી ત્યારે સમસ્ત ગ્રામજનો દ્વારા મહાનગરપાલિકા બને તો ધુંટુ ગામનો સમાવેસ ના કરવામાં આવે અને મહુડા પણ ના લગાડવામાં આવે તેવુ ગ્રામજનોનો મંતવ્ય હતા અને જો આવુ થશે તો સરકાર વિરુદ્ધ ચીમકી ઉચ્ચારવામા આવી હતી કે જો અમારા ગ્રામનો મહાનગરપાલિકમાં સમાવેશ કરવામાં આવશે તો ઉગ્ર વિરોધ થશે્.
માટે ઘુંટુ ગ્રામસભામાં સમસ્ત ગ્રામજનો એ ચોખી મનાઈ કરી હતી કે અમારે મહાનગરપાલિકામાં સમાવેશ થવું નથી હવે જોવું એ રહ્યું અન્ય ગ્રામજનો ગ્રામસભામાં શું નિર્ણ્ય આપે છે ?
