Thursday, May 1, 2025

મોરબી મહાપાલીકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહમાં દ્વારકા પગપાળા યાત્રાળુઓને આશ્રય અપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મહેસાણા જિલ્લાના પામોલ ગામથી ૩૦ પદયાત્રિકો દ્વારા શ્રી જગતમંદિર દ્વારકા પગપાળા યાત્રા દરમ્યાન રાત્રીના મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે રોકાણ કરવામાં આવેલ એ સમયે સંસ્થા સ્ટાફ દ્વારા તેઓને રાત્રી ભોજન કરાવીને આરામ માટે રૂમ ફાળવવામાં આવ્યો હતો આ રીતે સંચાલક ટીમના પ્રતિનિધિઓ એ સરકારી વિભાગોના સુચારૂ સંકલન દ્વારા શ્રી જગતમંદિર દ્વારકા પગપાળા જતા યાત્રીઓનું સ્વાગત કરી રીફ્રેશમેન્ટની વ્યવસ્થા કરી અતિથી દેવો ભવઃ ની પરંપરા નિભાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,ઓક્ટોમ્બર ૨૦૨૪ થી શરૂ થયેલા મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ (રેન બસેરા) ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકોને આશ્રય સાથે ભોજન, આજીવિકા, હેલ્થ કેમ્પ સરકારી યોજનાઓના લાભો સહિતની સુવિધાઓ કમિશનર સ્વપ્નિલ ખરે IAS, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા GASના માર્ગદર્શન હેઠળ તથા મોરબી મહાનગરપાલિકા UCD વિભાગના સહકાર થી સંપૂર્ણ પણે નિઃશુલ્ક આપવામાં આવે છે. જરૂરિયાત મંદ લાભાર્થીઓ સિદ્ધિ ખાદી ગ્રામ્યઉદ્યોગ કેળવણી સંસ્થા નો મો.નં. 97265 01810 પર સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર