મોરબી મહેન્દ્ર ડ્રાઈવ રોડ પુલ નીચેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો
મોરબી: મોરબી મહેન્દ્ર ડ્રાઈવ રોડ પુલ નીચેથી અજાણ્યા પુરૂષની લાશ મળી હોવાનું જાણવા મળ્યું છે. વારસદારોએ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
મળતી માહિતી મુજબ ૨૯-૧૦-૨૦૨૨ ના રોજ મોરબી મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર આવેલ પુલ પરથી નીચે પડતા શરીરે તથા માથામાં ઈજા થતા આશરે ૩૫ વર્ષના અજાણ્યા પુરુષનુ મોત નિપજ્યું છે જેની ડેડબોડી પીએમ અર્થે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે લય જવામાં આવી છે. મૃત્યુ પામેલા યુવાનની કોઈ ઓળખ થયેલ નથી કે તેના વાલી વારસ મળી આવેલ નથી.
મૃત્યુ પામેલ યુવક આશરે ૩૫ વર્ષનો જેને કાળા કલરનો આખી બાયનો શર્ટ તથા માથે કાળા મોટા વાળ છે તથા ક્રિમ કલરનુ પેન્ટ પહેરેલ છે. આ મૃત્યુ પામેલા યુવાનના વાલી વારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ કોન્સ્ટેબલ મો- 9106730007 અથવા ટેલીફોનીક નંબર-02822-230188 પર સંપર્ક કરવા મોરબી સીટી એ ડીવિઝનની યાદીમાં જણાવાયું છે.