Thursday, May 21, 2026

મોરબી માળિયા હાઈવે પરથી 660 લીટર દેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ

મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં પાટીદાર ટાઉનશીપ સામે મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપરથી મારૂતી સુઝુકી કારમાંથી દેશીદારૂ લીટર ૬૬૦/- કિ.રૂ. ૧,૩૨,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૪,૯૨,૦૦૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે, એક બ્લુ કલરની મારૂતી સ્વીફટ કાર રજી.નંબર- GJ-36-AL- 5300 વાળી કેફી પીણું ભરી માળીયા (મિં) તરફથી મોરબી બાજુ આવે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાથી દેશીદારૂ લીટર ૬૬૦/- કિ.રૂ. ૧,૩૨,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૪,૯૨, ૦૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી કાર ચાલક વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img