મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયાં 

મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં રામાપીરના ઢોળાવાળી રેલ્વે ફાટક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં રામાપીરના ઢોળાવાળી રેલ્વે ફાટક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો સુનીલભાઇ કેશુભાઇ ઓગણીયા (ઉ.વ.૨૫) તથા રણછોડભાઇ કેશુભાઇ ઓગણીયા (ઉ.વ.૪૦) રહે બંને વીશીપરા વેલનાથે પાન પાસે મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img