Wednesday, August 6, 2025

મોરબી માળિયા ને.હા. રોડ પર ટ્રક પાછળ આઈસર ઘૂસી જતાં એકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર ભરતનગર ગામની બાજુમાં અન્નપૂર્ણા હોટલ સામે રોડ ઉપર આઈસર આગળ અચાનક ટ્રક આવી જતા ટ્રકના પાછળના ઠાઠા સાથે આઈસર અથડાતાં આઈસરની ખાલી સાઈડમાં બેઠલ યુવક કેબિનમાં દબાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આઈસર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ગોવિંદપરામા રહેતા હાજીભાઈ કાલુભાઈ પંજા (ઉ.વ.૪૪) એ આરોપી ટાટા આઈસર રજીસ્ટર નંબર -GJ-12-BX-3569 ના ચાલક ઇરફાનભાઇ અનવરભાઈ ભટી રહે. જખો ગામ સોતારા ફળીયું તા. અબડાસા જીલ્લો- કચ્છવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૧૦-૨૦૨૩ ના રોજ વહેલી સવારે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં ટાટા આઇસર રજીસ્ટર નંબર- GJ-12- BX-3569 ના ચાલકે પોતાના હવાલા વાળુ આઇસર પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી ચલાવતા અચાનક આગળ ટ્રક આવી જતા આઇસર વાળતા આઇસરનો ખાલીસાઇડ નો ભાગ ટ્રકના પાછળના ઠાઠે અથડાતા ફરીયાદીના મોટાબાપુના દિકરા જાવિદભાઇ જમાલભાઇ પંજા આઇસરના ખાલી સાઇડમાં કેબીનમાં દબાય જતા શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હાજીભાઈએ આરોપી આઈસર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ), તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર