મોરબી-માળીયા તાલુકાના ગામોને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સરપંચો દ્વારા બ્રીજેશ મેરજાને રજુઆત કરાઇ
મોરબી: મોરબી-માળીયા વિસ્તારમાં તા.૦૩-૦૭-૨૦૨૨ થી ૨૭-૦૮-૨૦૨૨ સુધી સતત અવિરત વરસાદ પડ્યો હતો.
જરૂરીયાત કરતા વધુ વરસાદ પડવાના કારણે વાવેતર કરાયેલા તમામ પાકો નીષ્ફળ ગયા છે. ચોમાસું પાક માટે ખેડૂતો દ્વારા બે થી ત્રણ વખત વાવણી કરાયેલ પરંતુ વધુ વરસાદના વરસવાના કારણે તે પાક પણ ઉગવામા નીષ્ફળ નીવડ્યા છે. તેમજ ૮૦% વિસ્તારમાં વાવણી કરવાની બાકી છે. ત્યારે આ પરીસ્થીતીથી કૃષીમંત્રીને પણ વાકેફ કરાયેલ છે તેમ છતાં હજુ સુધી લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલ નથી ત્યારે મોરબી-માળિયા વિસ્તારના ગોરખીજડીયા, બીલીયા,માનસર, દેરાળા, જેપૂર, માણેકવાળા, બગથળા,રાજપર (કુંતાસી), નારણકા, સહીત નવ ગામોમાં તાત્કાલિક સર્વે કરાવી સરકારના ધારાધોરણ મુજબ નવે ગામોને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તે માટે રાજ્યકક્ષાના મંત્રી અને ધારાસભ્ય બ્રીજેશ મેરજાને ગૌતમ મોરડીયા, જીતુભાઈ, કાંતિભાઇ સહીતના નવ ગામોના સરપંચો દ્વારા નવે ગામોને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તે માટે રજુઆત કરાઇ હતી.