મોરબી-માળીયા તાલુકાની પ્રાથમિક શાળાઓના ઓરડા મંજૂરી મુદ્દે લીંબડ જશ ખાટતા ધારાસભ્ય ??
મોરબી જિલ્લાની શાળાઓમાં એક વર્ષ પહેલાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા મંજુર થયેલા રૂમ પોતે મંજુર કરાવ્યાનું ગાણું ગાતા ધારાસભ્ય
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં એક વર્ષ પહેલાં એકી સાથે 250 થી વધુ વર્ગખંડો બાંધવા માટે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા મંજૂરી આપવામાં આવેલ હતી,એ બાબતનું ધ્યાન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને આવતા આ રૂમ જાણે પોતે મંજુર કરાવ્યા હોય એમ લીંબડ જશ ખાટવા માંડ્યા છે,હકીકતમાં જે તે વખતના મોરબી-માળિયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને રાજકોટ લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારિયાના પ્રયત્નોથી ભલામણથી રૂમો મંજુર થયેલ હતા વર્ક ઓર્ડરો ઘણા વહેલા અપાયેલા હતા,પણ જેમ ગટરમાંથી ગોદડાં કાઢવાના જુના ફોટા ફેસબુકમાં અને મીડિયામાં વાયરલ કરીને પોતાની નિષ્ફળતા ઢાંકવા માટેનો મિથ્યા પ્રયત્ન કરેલ હતો એવી જ રીતે મોરબી-માળીયા તાલુકાની પાંચ શાળાઓમાં ધારાસભ્યની મહેનત રંગ લાવી એવા પોસ્ટ વહેતી કરી વાહવાહી લૂંટવાનો ફરી એકવાર વ્યર્થ પ્રયત્ન કરેલ છે તેવા મેસેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.