મોરબી માળીયા ને.હા. રોડ પર ટ્રકમાં માટીની આડમાં છુપાવેલ બિયરના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબી માળીયા (મિં) નેશનલ હાઇવે ઉપર મરકયુના સીરામીકની સામે રોડ પર થી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવેલ બિયર ટીન નંગ- ૧૧૨ કિ.રૂ. ૧૨૯૯૨/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૩૦,૧૭,૯૯૨/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં ખાનગી બાતમી મળેલ કે, ટ્રક ટ્રેઇલર રજી.નં. RI-21-GD-0930 વાળી રોડ ઉપર ઉભેલ છે. જે ટ્રક ટ્રેઇલરમાં રાજસ્થાનથી આવતી સફેદ માટીની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ભરેલ છે તેવી બાતમી મળેલ છે. તેવી બાતમીના આધારે બાતમીવાળી ટ્રક ટ્રેલર મળી આવતા ચેક કરતા તેમાં ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવેલ બિયર ટીન નંગ- ૧૧૨ કિ.રૂ. ૧૨૯૯૨/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૩૦,૧૭,૯૯૨/- ના મુદામાલ સાથે આરોપી રાજેન્દ્ર કાનારામભાઇ બાંગળા (ઉવ-૩૬) ધંધો-ડ્રાઇવીંગ રહે.બીટન તા.મેડતા જી.નાગોર રાજસ્થાનવાળા ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.