Wednesday, May 14, 2025

મોરબીમાં યુવકને બે શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 

મોરબી: મોરબી જુના બસ સ્ટેન્ડ નજીક ઓમકાર ટેલીકોમમા યુવક તથા તેનો મિત્ર એક્ટીવા લયને ફોન રીપેરીંગ માટે ગયેલ અને ત્યાંથી પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે આરોપી યુવકના એક્ટીવાને ઓવરટેક કરવા જતા યુવકનુ એક્ટીવા આડુ આવતા શખ્સે પોતાનું એક્ટીવા યુવકનાં એક્ટીવા સાથે અથડાવાનો પ્રયત્ન કરતા યુવકે પોતાનું એક્ટીવા ઉભું રાખી તમે આવું કેમ કરો છો તેમ પુછતાં શખ્સે યુવકને તું કેવા છો એવું પુછતાં યુવકે આનું.જાતિના હોવાનું જણાવતા શખ્સે યુવકને ગાળો આપી શખ્સનો ઓળખીતો આવી જતા યુવકને ફડાકા મારી યુવકનાં પિતાને જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી પતાવી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી ન્યુ હાઉસીંગ બોર્ડ શનાળા રોડ મકાન નં -૬૨૩ માં રહેતા મીહિરભાઈ રાજેશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૦) એ આરોપી એક્ટીવા રજીસ્ટર નંબર-GJ-36-N-7530નો ચાલક આદિત્યરાજસિંહ દરબાર તથા તેનો ઓળખીતા માણસ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૭-૨૦૨૩ નાં રોજ કોઇપણ વખતે ફરિયાદી તથા તેઓના મીત્ર નીત કાનાણી એમ બન્ને નીત કાનાણીનુ એકટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-36 AB 7011 વાળુ લઇ મોરબી જુના બસસ્ટેન્ડ પાસે આવેલ ઓમકાર ટેલીકોમમા ફરિયાદીનો મોબાઇલ ફોન રીપેરીંગમા આપવા ગયેલ અને ત્યાથી ફરિયાદી તથા મિત્ર ઉપરોકત એકટીવા લઇ પોતાના ઘર તરફ પરત જતા હતા તે વખતે આરોપી એકટીવા રજિ.નં:- GJ-36-N-7530 ના ચાલક જેણે પોતાનુ નામ આદિત્યરાજ દરબાર જણાવેલ તેણે ફરિયાદીના એકટીવાને ઓવરટેક કરવા જતા ફરિયાદીનુ એકટીવા આડુ આવતા આરોપીએ ફરિયાદીના એકટીવાની પાસે પોતાનુ એકટીવા લઇ ચાર પાંચ વખત ફરિયાદીના એકટીવા સાથે પોતાનુ એકટીવા અથડાવવાનો પ્રત્યત્ન કરતા ફરિયાદીએ પોતાના હવલાવાળુ એકટીવા ઉભુ રાખી આરોપી એકટીવા ચાલકને આવુ શા માટે કરો છો એવુ પુછતા આરોપી એકટીવા ચાલકે ફરિયાદિને તુ કેવો છો એવુ પુછતા ફરિયાદીએ પોતે અનુ.જાતિના હોવાનુ જણાવતા આરોપી એકટીવા ચાલકે ફરિયાદીને ગાળો આપી તેમજ આ દરમ્યાન આરોપી એકટીવા ચાલકના ઓળખીતા ભાઇએ આવી ફરિયાદિને ગાલ-ચહેરા ઉપર ફડાકા મારી મુંઢ ઇજા કરી તેમજ ફરિયાદિએ પોતાના પીતાને ફોન કરતા ફરિયાદિના પીતા રાજેશભાઇ આવી જતા તેઓએ આરોપીઓને મારા દિકરા ઝગડો કેમ કરો છો એવુ પુછતા આરોપીઓએ ફરિયાદી -સાહેદને જાહેરમા જાતિ પ્રત્યે હડધુત કરી ફરિયાદીના પીતા રાજેશભાઇનેતુ અહિથી જતો રહે નહિતર તને પુરો કરી નાખીશ એવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર મીહિરભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧) (આર) (એસ), ૩(૨) (૫-એ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર