મોરબી: મોરબી રવાપર રોડ માધવ ગૌશાળામાં ગાયોના દુધના હિસાબમાં ગોટાળા કરતા જેના કારણે રવાપર ગામ સમસ્ત નાગરિક તથા માધવ ગૌશાળા કમીટીએ આરોપીને દુધ ભરવાનું બંધ કરેલ હોય જેનો ખાર રાખી આધેડને એક શખ્સે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે રાધે એપાર્ટમેન્ટ શંકરના મંદિર સામે રહેતા નરશીભાઈ વેલજીભાઈ ચાડમીયા (ઉ.વ.૬૧) એ આરોપી પુંજાભાઈ રબારી રહે. હાલ રવાપર માધવ ગૌશાળા પાછળ, પાવર હાઉસ પાસે, મોરબી મુળ રહે બનાસકાંઠા વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૨-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરિયાદી રવાપર ગામ સમસ્ત સંચાલીત માધવ ગૌશાળાની કમીટીના સભ્ય હોય તેમજ આરોપીને છેલ્લા દોઢેક વર્ષથી માધવ ગૌશાળાની ગાયોનુ દુધ ભરી આપતા હોય પરંતુ આરોપીઓ દુધના હિસાબમા ગોટાળા કરતા હોય જેના કારણે રવાપર ગામ સમસ્તના નાગરીકો તથા માધવ ગૌશાળાની કમીટીએ આરોપીને દુધ ભરવાનુ બંધ કરેલ હોય તેનો રોષ-ખાર રાખી આ કામના ફરિયાદી તથા સાહેદ વસંતભાઇ એમ બન્ને માધવ ગૌશાળાએ બેઠેલ હતા ત્યારે આરોપીએ આવી ફરિયાદી સાથે ઝગડો કરી ગાળો આપી ફરિયાદી સાથે ઝપાઝપી કરી ફરિયાદીને ધક્કો મારી પાડી દઇ જમણા હાથની હથેળીમા તથા જમણા પગના થાપામા મુંઢ ઇજા કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની નરશીભાઈ એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
