મોરબી: મોરબીમાં ગાંધીચોક નગરદરવજા નજીક વર્લી ફીચરનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગાંધીચોક નગરદરવજા નજીક વર્લી ફીચરનો જુગાર રમતા આરોપી મોસીન ઉર્ફે મોસલો રહીમભાઈ (ઉ.વ. ૨૯. રહે. મોરબી વાવડી રોડ ક્રિષ્ના પાર્ક બાવનશા પીરની દરગાહ સામે) ને રોકડ રકમ રૂ. ૩૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
