Saturday, May 17, 2025

મોરબી નગરપાલિકા દ્વારા વાડી વિસ્તાર સહિત વિસ્તારોમાં પાણીની લાઈન નાખવાનું ખાતમુહૂર્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના વાડી સહિતના છેવાડાના વિસ્તારોમાં કાલે બુધવારે પાણીની લાઈન નાખવાનું ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરના છેવાડાના, સુવિધા વિહોણા વાડી વિસ્તાર તથા તેને સંલગ્ન સોસાયટીમાં આવતીકાલે તા.24ને બુધવારે સવારે 10 કલાકે રાતડીયાની વાડી, રામજી મંદિરની બાજુમાં, મોમ્સ હોટલની પાછળ, વોર્ડ નંબર-10 શનાળા રોડ મોરબી ખાતે સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પીવાના પાણીની અંદાજે રૂ.9.56 કરોડના ખર્ચે પાઇપલાઇનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરાશે.

આ તકે સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા, ભાજપ અગ્રણી લાખાભાઈ જારીયા, રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર