Monday, September 8, 2025

મોરબી ને.હા. પર વરસાદના લીધે ખાડા પડવાથી આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર ભષ્ટ્રાચારનાં આક્ષેપ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે પરથી અનેક વહાનો અવરજવર કરે છે. આ હાઈવે માળીયા ફાટક ઓવરબ્રિજ થી માળીયા શહેર સુધી થોડાજ વરસાદમાં પાણી ના ભરાવા ના લીધે ખાડા પડી ગયા છે. જે ખાડામાં નાના વહાનોનું અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ થઈ છે. હાઈવે પર થી પીપળી રોડ પર જવા માટે જે ડીવાઈડર છે તે ડીવાઈડર ના વણાંકમાં જ એટલો મોટાં અને ઉંડા ખાડા છેકે તેમાં બાઈક અને કાર જેવા વહાનો નું અકસ્માત થઈ શકે એવી પરિસ્થિતિ છે.

ત્યારે આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે આ હાઈવે પર ખુબ મોંધુ ટોલનાકું છે અને અઢળક રૂપિયા ટોલનાકા દ્વારા ઉઘરાવવામાં આવે છે છતાં જો મેઈન હાઈવે પર ખાડા પડી જતાં હોય તો આ રૂપિયા ભષ્ટ્રાચારી પોતાના ખીસ્સા ભરતાં હોય તેવું લાગે છે.. આ ખાડા જો હાઈવે ઓથોરિટી દ્વારા રી સરફેસ કરી વ્યવસ્થિત રીતે પુરવામાં ની માંગ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવાં ખાડા ન પડે તે માટે હાઈવે ઓથોરિટીને હાઈવે પર વરસાદ નું પાણી ન ભરાય તેવી રજૂઆત કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર