મોરબી: ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઇ અને હર્ષદભાઇ ના પિતા સ્વ.પોલજીભાઈ ભગવાનજીભાઈ અઘારાનું તારીખ 12/11/2025ના રોજ દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. તેમનું બેસણું તારીખ 14/11/2025ને સવારે 8 થી 10 કલાકે નવી પીપળી પ્લોટ વિસ્તાર, પાણીના ટાંકા પાસે રાખેલ છે.
નોંધ:- તા. ૨૨/૧૧/૨૦૨૫ ને શનિવારે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે અગાઉ નગરપાલીકા કાર્યરત હતી ત્યારે મોરબી શહેરની આસપાસના ગામડાઓ માટે બસ સેવા સુચારૂ રીતે ચાલી રહી હતી પરંતુ વર્ષ ૨૦૨૫ માં મોરબીને મહાનગરપાલીકાનો દરજજો મળ્યા ત્યાર બાદ આજ સુધી આ બસ સેવા સંપુર્ણપણે બંધ છે જેના...
મુકેશભાઈ નામના દર્દી ઉમર વર્ષ 33, નું અકસ્માત થતાં મગજમાં ખુબજ ગંભીર ઇજા પોહચી હતી અને મગજના ભાગે ઇજા ના કારણ થી લોહીની નશની ફૂટ થવાથી હેમરેજ થયું અને ભાન અવસ્થા ખોરવાઈ હતી.
જે બાદ તાત્કાલિક આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લવાયા અને ન્યૂરો સર્જન ડૉ. પ્રતિક પટેલ સાહેબ દ્વારા તાત્કાલિક...
મોરબી એસઓજી પોલીસ ટીમે હળવદ તાલુકાના ભલગામડા ગામના યુવકની અને હથિયારના પરવાનેદાર વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં પકડાયેલ યુવકે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં હથિયાર સાથેના ફોટા અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરી સીન સપાટા કરતો હોય જેથી એસઓજી પોલીસે હથિયાર ધારક સહિત બન્નેને ઝડપી લઈ હળવદ પોલીસ મથકમાં ગુનો...