મોરબીમાં નજીવી બાબતે માતા પુત્રીને ત્રણ શખ્સોએ પાઈપ વડે ફટકાર્યા
મોરબી શહેરમાં આવેલ સબ જેલ નજીક આધેડ મહિલાની દિકરીને આરોપી દક્ષાબેન સાથે કચરો નાખવા બાબતે બોલાચાલી થતા આરોપીઓએ આધેડને તથા તેની દિકરીને પાઈપ વડે મારમારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સબ જેલ નજીક રહેતા સરોજબેન ઇશ્વરભાઇ ચૌહાણ (ઉ.વ.૫૦) એ આરોપી દક્ષાબેન મનીષભાઇ મકવાણા, ધ્રુવભાઈ મનીષભાઇ મકવાણા તથા ભવ્ય મનીષભાઇ મકવાણા રહે બધા મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દીકરી પુજાબેનને આરોપી દક્ષાબેન સાથે કચરો નાખવા બાબતે બોલાચાલી થતા આરોપીઓએ ફરીયાદીની દીકરીને તથા ફરીયાદીને ગાળો આપી ફરીયાદીને કાનના ભાગે તથા ડાબા પગે પાઇપ મારી તથા ફરીયાદીની દીકરીને નાકના ભાગે પાઇપ મારી મુઢ ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ -૧૧૫(૨),૩૫૨, ૫૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.