છેલ્લા બે દસકા થી નેતાઓ નો રાજકીય અને આર્થિક વિકાસ થયો પણ લાતી પ્લોટ નાં ખસ્તા હાલ
મોરબ: ઘણી બધી વાતોનો અંત જ્યાંથી શરૂઆત થાય અંત પણ ત્યાં જ થતો હોઈ છે અને આ વાત મોરબી લાતી પ્લોટ અને ભાજપને એકદમ બંધ બેસતી હાલ લાગી રહી છે
મોરબી જિલ્લાના હાલના જે મોટા આગેવાનો છે તે બધાયે પોતાની કારકિર્દી કોઈ ને કોઈ રીતે લાતી પ્લોટના થકી જ કરી છે અને આજે એમપી અને ધારાસભ્ય સુધી પોહચી ગયા છે.કાંતિભાઈ હોઈ કે મોહનભાઇ કે પછી રઘૂભાઈ આ તમામ લોકોએ સગવડતા મુજબ જે તે સમયે લાતી પ્લોટનો મુદ્દો કોઈને કોઈ રીતે ઉપાડ્યો જ છે અને હીરો બન્યા છે પણ લાતી પ્લોટના પ્રશ્ર્નો આજે પણ ઝીરો હાલ થયાં છે બધાએ લાતી પ્લોટ થકી પોતાની રાજકીય ખીચડી પકાવી લાતી પ્લોટને પોતાના હાલ ઉપર છોડી દીધું છે.
ઘડિયાળ, ફોટા ફ્રેમ, ફ્રેબરીકેશન, ફોઈલીગ, મોલ્ડિંગ, લેથકામ, એન્જિનિયરિંગ સહિત અનેક નાનામોટા ઉધોગીક અને લઘુઉધોગ એકમો ધરાવતા લાતી પ્લોટ વિસ્તાર સાથે છેલ્લા બે દસકા થી સતત ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે મોટા ભાગના ઉદ્યોગકારો હંમેશા ભાજપ સાથે જોડાયેલા છે છતાં ભાજપે લાતી પ્લોટ વિસ્તારનો વિકાસ નથી કર્યો એ નગ્ન સત્ય છે
એક સમયે આ લાતી પ્લોટ વિસ્તારમાં હીરા ઉદ્યોગ ,મોઝેક ટાઈલ્સ, અને ઘડિયાળ ઉદ્યોગથી ધમધમતો હતો આ લાતી પ્લોટ વિસ્તાર માંથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા,અને પુર્વ જીલ્લા પ્રમુખ રાઘવજી ભાઈ ગડારા સહિત અનેક રાજકીય નેતાઓ ની કારકિર્દી આગળ વધી હતી પણ હાલ લાતી પ્લોટ વિસ્તારમાં લાઈટ પાણી રોડ રસ્તાઓ ભુગર્ભ ગટર અને વરસાદી પાણી નાં નિકાલ ની મુખ્ય સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે લાતી પ્લોટ મેઇન રોડ પર વર્ષનાં 365 દિવસ ભુગર્ભ ગટર ઉભરાઈ રોડ પર ગંદા પાણી વહેવા લાગે છે મેઈન રોડ ની હાલત આવી હોય તો અંદર ની શેરીઓ ની શું હાલત હશે એ કલ્પના કરવી મુશ્કેલ છે
મંત્રી બ્રિજેશ મેરજા એ મોટા ઉપાડે લાતી પ્લોટ વિસ્તાર ના રોડ રસ્તાઓ ભુગર્ભ ગટર માટે રૂ.20 કરોડથી વધુનાં કામોની જાહેરાત કરી ખાતમુહૂર્ત કર્યું પણ એ લાતી પ્લોટ વિસ્તાર માટે એક લોલીપોપ સાબિત થઈ જે આજ દિન સુધી હજુ કોઈ કામકાજ ચાલુ નથી થયું પાલિકા ને સૌથી વધુ મિલકત વેરો લાતી પ્લોટ વિસ્તારમાંથી ભરવામા આવે છે છતાંય સુવિધાઓ નાં નામે આ વિસ્તારમાં મીંડું છે
શહેરના આજુબાજુના ગામડાના હજારો લોકોને લાતી પ્લોટ વિસ્તાર રોજગારી પુરી પાડે છે સહુથી વધુ રોજગારી મહિલાઓ ને મળી રહે છે.હાલમાં લાતી પ્લોટ ની ભંગાર હાલતને કારણે સગવડતા વાળા લોકો હિજરત કરી પોતાના ધંધાને અન્ય જગ્યાએ ખસેડવા મજબુર બન્યા છે હાલનાં સમયમાં લાતી પ્લોટ વિસ્તારની હાલતને કારણે મિલકતો વેચવી હોય તો તે વેચવી મુશ્કેલ છે કોઈ લેવાલ જ નથી થતું
હાલ લાતી પ્લોટની વાત કરી તો મોટાભાગના વેપારી શનાળા, રાજપર, રોડ ઉપર જતા જોવા મળી રહ્યા છે લાતી પ્લોટ ધીમે ધીમે ખાલી થઈ રહ્યું છે પણ છતાં નેતાઓનાં પેટનું પાણી પણ હાલતુ નથી કેમ કે આ લોકો પોતાના રાજકીય રોટલા શેકવામાંથી નવરા નથી થતા.શહેરની શાન એવા લાતી પ્લોટ મુખ્ય માર્ગ કોઈ નર્કગારથી કમ નથી ચોમાસુના હોઈ તો પણ આ રોડ ઉપર પાણી ફરી વળે છે અને લાતી પ્લોટની આ હાલત માટે ખુદ લાતી પ્લોટના અમુક ઉધોગકારો જે ભાજપ સાથે જોડાયેલા છે તે છે આવાં લોકો પક્ષના ગુલામ છે માટે ભાજપના કાર્યક્રમમાં તો હોસે હોસે હાજર રહે છે પણ પણ જયારે લાતી પ્લોટની સમસ્યાની વાત આવશે એટલે મુ છુપાવી રજુઆત કરતા જોવા મળશે અને આવા લોકોના કારણે જ આજે લાતી પ્લોટ વિસ્તાર દુર્દશા ભોગવી રહ્યો છે.
મોરબી નજીક વાંકાનેર તાલુકામાં કોઠારીયા ગામ સ્થિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ અને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિર્મિત ડોર્મિટરી તથા સ્ટાફ ક્વોટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીતુભાઈ સોમાણીએ જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે,...
આ બેઠકમાં ગ્રાઉન્ડ, ડાયસ પ્લાન, ધ્વજ પોલ, સ્ટેજ, સુશોભન, બેઠક વ્યવસ્થા, સલામતી અને સુરક્ષા, પરેડ, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, વૃક્ષારોપણ, સાફ-સફાઈ અને સ્વચ્છતા, મેડિકલ ટીમની વ્યવસ્થા સહિતની આનુસંગિક વ્યવસ્થાઓ કરવા સંબંધિત વિભાગોને સુચના આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી હળવદ ખાતે કરવામાં આવનાર છે,...
મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લામાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ & પબ્લિક સેફટી અન્વયે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે, માર્ગ અને મકાન, જળસંપતિ, પાણી પુરવઠા, નર્મદા, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ, શહેરી વિકાસ, પંચાયત, ગ્રામ વિકાસ વગેરે હસ્તકની ઇન્ફ્રાસ્ટ્રકચરલ સુવિધાઓ જેવી કે રોડ,...