નંબર જ જાહેર કરશો કે પ્રજાના કામ પણ કરશો ??
મોરબી નગરપાલિકા દ્વારા ફરી ચાર જેટલા કમ્પ્લેન નંબર જાહેર કરવામાં આવ્યા છે
ત્યારે પ્રશ્ન એ થાય છે કે અગાઉ પણ કમ્પ્લેન નંબર જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં હજારોની સંખ્યામાં કમ્પ્લેન કરવામાં આવી હતી પણ તેમાં ૨૦ ટકા પણ નિકાલ કરવામાં આવ્યો નથી ત્યારે ફરી એક વખત કમ્પ્લેન નંબર જાહેર કરવામાં આવતા પ્રજામાં ગણ ગણાંટ થઈ રહ્યો છે કે કામ તો કરતા નથી તો વારંવાર નંબર શા માટે જાહેર કરવામાં આવે છે
પ્રજા પ્રશ્નને લઈને વારંવાર નગરપાલિકાના ધક્કા ખાઈ ખાઈને થાકી જાય છે ત્યાં કોઈ સરખો જવાબ આપવા પણ તૈયાર નથી હોતું. બીજી તરફ ધારાસભ્ય કાંતિભાઈ નગરપાલિકાની તિજોરી ખાલી છે તેવું રટણ કરતા રહે છે પણ તિજોરી કોના પાપે ખાલી થઈ તે જવાબ આપવા તૈયાર નથી કયા પક્ષના અણ આવડત ના કારણે તિજોરી ખાલી થઈ તે પ્રશ્નનો જવાબ તેમની પાસે નથી
પ્રજા ટેક્સ આપે છે સાથે સાથે ખરાબ રોડ રસ્તા ઉભરાતી ગટર સહિતની અનેક હાલાકી નો સામનો કરી રહી છે ત્યારે નગરપાલિકા ફક્ત ને ફક્ત નંબરો જાહેર કરતી જોવા મળી રહી છે ધારાસભ્ય તેજુરી ખાલી છે તેવી વાતો કરી રહ્યા છે ત્યારે મોરબીની જનતાને યોગ્ય સુવિધા હકીકતમાં કોણ અને કેવી રીતે આપશે તે આવતા દિવસોમાં જોવું રહ્યું