Thursday, May 22, 2025

મોરબી નગરપાલિકા અને ધારાસભ્યની અણઆવડતથી લાતી પ્લોટ શેરી નંબર નંબર 7માં ચોવીસ કલાક ગટરના વહેતા પાણી- કોગ્રેસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેર એ ઉઘોગીત શહેર છે લાતી પ્લોટ વિસ્તારમાં ઘડિયાળ ઉદ્યોગ સહિત અન્ય નાના મોટા ઉદ્યોગ થી ધમધમતો વિસ્તાર છે જ્યાં હજારો લોકોને રોજેરોટી આપવાનું કામ કરે છે.

પરંતુ આ લાતી પ્લોટ વિસ્તાર શેરી નંબર સાતમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટર ના ગંદા પાણી ભરાય રહેલ છે અવાર નવાર વેપાર કરતા લોકો નગરપાલિકા અને ધારા સભ્ય ને વારંવાર રૂબરૂ મળી ને ફરિયાદ કરી ચૂક્યા છે છતાં આ નગરપાલિકા આ વિસ્તાર માં કોઈ કામગીરી કરવા માં આગળ નથી આવતી શા માટે?

અગાઉ જ્યારે પાલિકા માં જે તે સમયે વેપાર ના માલ ઉપર જકાત (ટેક્ષ) ભરવો નો આવતો હતો ત્યારે સો થી વઘુ જકાત (ટેક્ષ) આ લાતી પ્લોટ વિસ્તાર ના વેપારી ભરતા હતા જેને કારણે નગર પાલિકા ની વ્યવસ્થા સારી રીતે ચાલતી હતી પરંતુ આજ એજ લાતી પ્લોટ ના વેપારી અવાર નવાર ભૂગર્ભ ગટર ના ગંદા પાણી ભરાય રહેલ છે તેને થી તેઓ પરેશાન છે વેપાર ધંધાને પણ નુકસાન થઇ રહેલ છે તેઓ અવાર નવાર ભૂગર્ભ ગટર લાઇન નથી પાણી બહાર નીકળી ત્યાં તળાવ ભરાઈ તેવી સ્થિતિ છે તેના નિકાલ ની રજૂઆત કરે છે તેમ છતાં આ મોરબી શહેર ની એ ગ્રેડ ની કહેવાતી અને મોરબી માળિયા ના ધારાસભ્ય સંપૂર્ણ માર્ગદર્શન માં ચાલતી નગરપાલિકા અને મોરબી ના ધારાસભ્ય ના કહ્યાગરા અઘિકારી ઓ શા માટે લાતી પ્લોટ વિસ્તારના શેરી નંબર સાત નો ભૂગર્ભ ગટર ઉભરાવાના પ્રશ્નને કોઈ કામગીરી કરતા નથી શું લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓને પરેશાન કરી લાતી પ્લોટ માં વેપાર ધંધો બંધ કરાવવા માંગો છે કે કોઈ અન્ય કારણ એ ભાજપ ના નેતા ઓ વેપારીઓને જણાવે જો આ લાતી પ્લોટ વિસ્તાર માં ઉભરાતા ગટર ના પાણી નો તાત્કાલિક નિકાલ નહી કરવા માં આવે તો લાતી પ્લોટ ના રહેવાસી અને વેપારી સો તેમજ કારખાના માં કામ કરતા લોકો ને સાથે રાખી કોગ્રેસ પક્ષ મોરબી નગરપાલિકા ને ગમે ત્યારે તાળાબંધી કરશે જેની ગંભીર નોંધ લેવા મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી તેમજ તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુંબિયા, એલ.એમ કંજારિયા,કે.ડી બાવરવા મોરબી શહેર કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીની પ્રેેેેેેેેેેેેેેેેેેેસ યાદીીમાં જણાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર