Saturday, May 18, 2024

મોરબી નગરપાલિકાના ડમ્પીંગ સાઈડના ખુલ્લા સેડમાંથી 52 હજારની મત્તાની ચોરી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્વર ગામ નજીક જીઓટેક કારખાના સામે રેલવે ફાટક પાસે આવેલ મોરબી નગરપાલિકાના ડમ્પીંગ સાઈડના ખુલ્લા સેડમાંથી નાની મોટી ૩૦ નંગ ચેનલ તથા ૪૦ નંગ એંગલ તથા નાના મોટા ગોળા પાઈપ ૨૧ નંગ મળી અંદાજિત દોઢેક ટન વજન જેની આશરે કિંમત રૂ. ૫૨૦૦૦ ની મત્તાની ચોરી કરી કરી લઈ ગયો હવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ અંજની સોસાયટીમાં રહેતા અને નોકરી કરતા કનૈયાલાલ જાદવજીભાઈ કાલરીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્વર ગામ નજીક જીઓટેક કારખાના સામે રેલવે ફાટક પાસે આવેલ મોરબી નગરપાલિકાના ડમ્પીંગ સાઇડના ખુલ્લા સેડમાં રાખેલ નાની-મોટી ચેનલ નંગ-૩૦ તથા કે.ચી. એંગલ નંગ-૪૦ તથા નાના-મોટા ગોળ પાઇપ નંગ-૨૧ અંદાજીત વજન આશરે દોઢેક ટન જેની આશરે કિં.રૂ.૫૨,૦૦૦/- ની મત્તાની આરોપી ચોરી કરી લઈ ગયો હવાની કનૈયાલાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરતાં તપાસ દરમ્યાન આરોપી રવાપર ગ્રામ પંચાયતના ટ્રેક્ટરનો ડ્રાઈવર મુનુભાઈ મોટલા વાસુનીયા (ઉ.વ.૨૦) રહે. હરીઓમ બ્રીજ લીલાપર રોડ તા. જી. મોરબી વાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર