મોરબી: નવયુગ વિદ્યાલય – મોરબી દ્વારા આજે વેલેન્ટાઈન દિવસને બદલે વિદ્યાર્થીઓ આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારા સનાતન ધર્મરૂપી વેદના અમોક વાક્યોને, ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’ને સાર્થક કરનારું પર્વ માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા ધોરણ- ૦૪ થી ૦૮ ના વિદ્યાર્થીઓ મોટાભાગે પોતાના માતા પિતા અને દાદા દાદી તેમજ ગુરુજન સાથે આ દિવ્ય કાર્યક્રમમાં જોડાયા હતા અને આ કાર્યક્રમમાં યોગ વેદાંત સમિતીના સુરેન્દ્રનગરથી વિદ્વાન વક્તા દેવિકાબેનની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતા-પિતાને લગતી રહસ્યમય તેમજ કાર્તિકેય અને ગણેશજી ને લગતી આધ્યાત્મિક વાતો કરી વિદ્યાર્થીઓ અને માતા પિતાને ભાવવિભોર બનાવી દીધા હતા, તેમજ વિદ્યાર્થીઓ માતા-પિતાનું મહાત્મ્ય સમજી અને જીવનમાં પ્રેરણાદાયક વચનોથી બંધાઈને આ પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી અને આવનારી પેઢીને એક નવો ચિતાર આપ્યો હતો.
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે ત્યારે મોરબીના રવાપર રોડ પર રાજસ્થાન પાઉંભાજી સામે રોડ પર બાઈક પર બે અજાણ્યા શખ્સો આવી મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી ઝુંટવી નાસી ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ...
હળવદ તાલુકાના માથક ગામની સીમમાં વાઘજીભાઇ છનાભાઈ કોળીની વાડીએ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ/ બીયરનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના માથક...