મોરબી નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં બાળકનું મોત
મોરબી તાલુકાના નીચી માંડલ ગુરૂક્રુપા એન્ટરપ્રાઈઝ ટાઇલ્સ કટીંગના કારખાનાના લેબર ક્વાર્ટરની ઓરડીમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં ચાર વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગુરૂક્રુપા એન્ટરપ્રાઈઝ ટાઇલ્સ કટીંગના કારખાનાના લેબર ક્વાર્ટરની ઓરડીમાં રહેતા ભાર્ગવભાઈ સંજયભાઈ ઠાકોર (ઉ.વ.૦૪) નામનો બાળક કારખાનાના લેબર ક્વાર્ટરની ઓરડીમાં રમતા-રમતા કોઈ કારણસર ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.