મોરબીના જેતપર નજીક કારખાનામાં ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત
મોરબી તાલુકાના જેતપર ગામ નજીક આવેલ પાવડીયારી પેન્ટાગોન કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કવિતાબેન રાજકુમાર આદીવાસી ઉ.વ.૪૦ રહે પાવડીયારી પેન્ટાગોન કારખાનાના લેબર ક્વાર્ટ્સમા જેતપર તા.જિ. મોરબીવાળી પોતે કોઇ કારણસર ગળેફાંસો ખાઇ લેતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજપરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.