મોરબી નજીક બેકરીના કિચનમાં ગેસ લીકેજ: આગ લાગતાં યુવકનુ મોત
મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ ઉપર બાલા નામની બેકરીના કિચનમાં ગેસ લીકેજ થતાં અચાનક આગ લાગી દાઝી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ઉતરપ્રદેશના વતની પલ્લુરામ તોતારામ નિષાદ (ઉવ. ૧૯) નામનો યુવક મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ ઉપર બાલા નામની બેકરીના કિચનમાં ચા બનાવવા માટે માટે ગયેલ ત્યારે કિચનમા ગેસનો ચુલ્લાનો વાલ ખુલ્લો રહી ગયેલ હોય કે લીકેઝ હોય તેના કારણે ચુલ્લો ચાલુ કરવા માટે લાઇટરથી ચાલુ કરવા જતા અચાનક આગ લાગતા આખા શરીરે દાઝી જતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પીટલ મોરબી ત્યારબાદ વધુ સારવાર અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન પલ્લુંરામ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.