મોરબી જુના RTO પાસે પુલ પર જાળી અથવા પતરા નાખવા સામાજિક કાર્યકરોની માંગ
મોરબી શહેરમાં આવેલ મચ્છુ -૦૩ માં જુના આરટીઓ ઓફિસ પાસે પુલ ઉપરથી અવારનવાર માણસો આપઘાત કરે છે ત્યારે આ પુલ પુલ પર જારી બાંધવા અથવા પતરા નાખવામાં આવે તેવી મોરબીના સમાજીક કાર્યકરોએ મહાનગરપાલિકાના કમિશ્નર અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી મચ્છુ-૩ ડેમ પર અવાર – નવાર આપઘાતના બનાવો બનતા હોવાથી ચિંતાજનક પરીસ્થીતી સર્જાઈ છે આ સંદર્ભે મોરબીના જાગૃત અને જાણીતા સામાજીક કાર્યકર રાજુ દવેએ જણાવ્યું હતું કે જો મહાનગરપાલીકા નાલા આડા પતરા મુકી શકતી હોય તો ડેમ ઉપર બનાવેલ પારાપેટમાં પતરા અથવા સેન્ટીંગ ગોઠવવાથી અનેક ના જીવ બચે અને નિર્દોષ લોકો મરતા બી શકે છે અને કહેવાય છે કે મનુષ્ય અવતાર એક જ વખત મળે છે ફરીને મનુષ્ય અવતર મળતો નથી. તો આ મોંઘેરો અવતાર વડેફાઈ નહીં તે માટે અહીંયા લોખંડની ઝારી અથવા પીલોર ઉભા કરવા અથવા પતરા તાત્કાલીક નાખવામાં આવે. તેમજ મચ્છુ-૩ ડેમની પારાપેટની ઉંચાઈ વધારવામાં આવે અથવા એવી સુવિધા ઉભી કરવામાં આવે જેથી કોઈ વ્યકિત ડેમ પર આપઘાત ન કરી શકે.
વધુમાં જણાવ્યુ છે કે, આપધાતની કોઇ બહેન તો કોઈ દીકરી પોતાના સહારો ગુમાવે છે. કોઈ પત્ની વિધવા બને છે કોઈ સંતાન પિતાની છત્રછાયા ગુમાવે છે સમાજને ઝંઝોડનારી આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને તે માટે તાત્કાલીક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકવી જ જોઇએ.
મોરબીમાં જનજીનની સુરક્ષા માટે આ પ્રકારની વ્યવસ્થા સમયની તાત્કાલીક જરૂરીયાત બની ગઇ છે. અને અનેક લોકોના જીવ લીધા છે. જુના આર.ટી.ઓ. ઓફીસ પાસે આવેલ પુલ ઉપર તાત્કાલીક ધોરણે ઘટના રોકવા અને પારાપેટ ઊંચી કરવા સામાજીક કાર્યકરોની તથા આમ જનતા દ્વારા માંગ કરવામાં આવી છે.