મોરબી વન વિભાગ દ્વારા સામાજીક વનીકરણ નર્સરીઓ હેઠળ પાંચ વર્ષ દરમિયાન ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ/વાવેતર કરાયું
જિલ્લાની નર્સરીઓની વિવિધ ફુલછોડ તથા વડ, લીમડો, પીપડો જેવા વૃક્ષોના ઉછેર અને વાવેતર થકી પ્રકૃતિ સંવર્ધન માં મહત્વની ભૂમિકા
આપણા જીવનમાં વૃક્ષોનું સવિશેષ મહત્વ રહેલુ છે. પર્યાવરણ અને વૃક્ષો તો એકબીજા સાથે સીધા સંકળાયેલા છે. વૃક્ષો વિના પર્યાવરણની કે જીવસૃષ્ટીની કલ્પના કરવી જ નિરર્થક છે. સરકાર દ્વારા પાર્યાવરણના જતન અને વૃક્ષારોપણને આગવું મહત્વ આપવામાં આવે છે. સરકારના વન વિભાગ હસ્તકના સામાજીક વનીકરણ વિભાગ અને તે હસ્તકની નર્સરીઓ દ્વારા વન વિસ્તાર સિવાયના પ્રદેશમાં વધુમાં વધુ વૃક્ષા વાવી શકાય તે તરફ સતત પ્રયાસો કરવામાં આવે છે.
વધુને વધુ વૃક્ષારોપણના સંકલ્પને સાર્થક કરતી આ નર્સરીઓ દ્વારા વિવિધ પ્રકારના રોપાઓને ઉછેરવામાં આવે છે અને ત્યારબાદ આ રોપાઓનું વિવિધ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી વૃક્ષોની સંખ્યા વધારવા માટે કાર્ય કરવામાં આવે છે. ઉપરાંત નાગરીકોને પણ રોપાઓનું વિતરણ કરવામાં આવે છે.
મોરબી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ હેઠળ વાંકાનેરના પંચાસર અને વરડુસર, મોરબીના મોટા દહીંસરા અને ધરમપુર, રાતકડી-હળવદ ખાતે તથા ટંકારા મિતાણા ખાતે નર્સરીઓ આવેલી છે. જ્યા વિવિધ પ્રકારના રોપાઓને ઉછેરવામાં આવે છે અને તેમનું વાવતેર અથવા વિતરણ કરવામાં આવે છે. આ નર્સરીઓ ખાતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત આ નર્સરીઓ ખાતે વર્ષ દરમિયાન ૬.૮૫ રોપાઓને ઉછેરીને તેમનું વાવેતર તથા વિતરણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં પણ મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મળી કુલ ૧.૫૦ લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવનાર છે.
વન વિભાગની આ નર્સરીઓ ખાતે વિવિધ પ્રકારના ફુલછોડની સાથે આમળા, બોરસલી, જામફળી, કણજી, લીમડો, સીતાફળ, સરૂ, તુલસી, પીપડો, પેલ્ટાફોરમ, કરેજ, ખાટી આંબલી, વડ, આંબો, દાડમ વગેરે રોપાઓને ઉછેરી વાવેતર તથા વિતરણ કરવામાં આવે છે. સામાજીક વનીકરણ કાર્યક્રમ અન્વયે રોડ, રેલ્વે લાઈન, કેનાલ, ગામડાઓમાં વગેરે જગ્યાઓએ બિનઉપયોગી જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ વૃક્ષારોપણ થકી જે-તે વિસ્તારનું કુદરતી સૌદર્ય વધે છે. અને પર્યાવરણને પણ ફાયદો થાય છે. ઉપરાંત શાળાઓ, કોલેજો, સરકારી સ્કુલો, જાહેર સંસ્થાઓ, પ્રવાસન સ્થળો વગેરે જગ્યાઓએ પણ રોપાઓનું વાવેતર કરી તેની જાળવણી કરવામાં આવે છે.
મોરબીના લિલાપર રોડ ખડીયાવાસ મેઇન શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની છ બોટલ સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...
હળવદના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ-અલગ જમીનનું રેવેન્યુ રેકર્ડના બનાવટી હુકમમાં સિક્કા/સીલ મારવા માટે આપનાર ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં જમીન કૌભાંડનો ગુન્હો દાખલ થયેલ હોય જેમા જેમાં હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફે અલગ અલગ કુલ-૯ આરોપીઓ વિરુદ્ધ...
મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સ.નં.૯૭ ની જમીન એ.૫-૧૨ગુ.મા રહેણાંક તથા વાણીજ્ય હેતુ માટે બીનખેતી થયેલ હોય જેમા શરતભંગ થતા મોરબી જીલ્લા કલેકટર દ્વારા શરતભંગ કરનાર દિનેશભાઇ પટેલને ૯,૩૮,૦૦૮ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા કલેકટર દ્વારા દિનેશભાઇ ગંગારામભાઈ પટેલ રહે. મહેન્દ્રનગર તા. મોરબીવાળા વિરુદ્ધ શરતભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી...