મોરબી: પરણીતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ દાખલ
મોરબીની દીકરી જામનગરના કાલાવડ તાલુકાના નિકવા જોઇન્ટ ટાવરની બાજુમાં સાસરે હોય જ્યાં પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના જુની પીપળી સામે માનસધામ સોસાયટીમાં રહેતા શિતલબેન કૌશિકભાઈ મેનપરા (ઉ.વ.૩૯) એ આરોપી કૌશીકભાઇ રમેશભાઇ મેનપરા (પતિ), રમેશભાઇ મેધજીભાઇ મેનપરા (સસરા), અનસોયાબેન રમેશભાઇ મેનપરા (સાસુ) રહે.બધા મુ. નિકાવા જોઇન્ટ ટાવરની બાજુમાં તા.કાલાવડ જી. જામનગરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ સસરા એ અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી ગાળો આપતા હોય અને પતિ અવાર નવાર મારકુટ કરી એક બીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.