મોરબી-પંચાસર રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત
મોરબી: મોરબી-પંચાસર રોડ ઉપર મામા દેવના મંદિર પાસે રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવાર ઇજાગ્રસ્ત થયેલ હોવાથી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ખાનપર ગામે રહેતા રૂત્વીકભાઈ તરશીભાઈ ઘોડાસરા (ઉ.વ.૨૨) એ અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી કે ગત તા.૦૫-૦૯-૨૦૨૨ ના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં અજાણ્યા ડમ્પર ચાલકે પોતાના હવાલાવાળુ ડમ્પર પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના મોટરસાયકલ સ્પ્લેન્ડર રજી નં. જીજે- ૩૬- એડી- ૩૧૩૧ વાળા સાથે સાઇડમા પાછળના કેરીયલ સાથે અથડાવી એકસીડન્ટ કરી પછાડી દઈ ડાબા પગમા ઢીંચણના ભાગે ફ્રેકચર કરી તથા ડાબી આંખ પાસે તથા નાક પાસે તથા શરીરે છોલછાલ જેવી ઇજાઓ કરી નાસી ગયો હતો. આ બનાવ અંગે રૂત્વીકભાઈએ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ નોંધી તપાસ શરૂ કરી છે.