મોરબી: શરદ પૂનમ નિમિત્તે મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રાસોત્સવનું ભવ્ય અને જાજરમાન આયોજન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજનાં લોકોએ જોડાઈ ને શરદ પૂનમની રાત્રે ગરબે ઘૂમી ને દૂધ પૌવા નો પ્રસાદ આરોગ્યો હતો.
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મ સમાજના પરિવારો માટે લીલાપર – કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે ગઈકાલે શરદ પૂનમની રાત્રીના ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બ્રહ્મ પરિવારોને નિશુલ્ક પણે તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો ગરબે ઘુમતા ખેલૈયાઓ તેમજ દર્શકો તમામની સ્થળ ઉપર જ નામ નોંધણી કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ મોટી સંખ્યામાં બ્રહમ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો માતાઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી બની પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આયોજિત શરદોત્સવ માં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા જેમાં દૂધ પૌંઆ ના પ્રસાદ સાથે અલ્પાહાર પ્રસાદી મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવાર ના લોકોએ લીધી હતી આ જાજરમાન આયોજન માં બ્રહ્મ સમાજની દીકરીઓ દ્વારા તલવાર રાસ ની પણ પ્રસ્તુતિ કરી બ્રાહમણ શાસ્ત્ર સાથે શસ્ત્ર માં પણ રુચિ રાખે છે એવો ખ્યાલ બાળાઓ દ્વારા આપવામાં આવ્યો હતો આ ઉપરાંત આ ગરબામાં રજવાડી અને અવનવા પોશાક સાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓને જજ દ્વારા બેસ્ટ એક્શન, અને બેસ્ટ ડ્રેસ,લિટલ પ્રિન્સ,લિટલ પ્રિન્સેસ અને અંતમાં પ્રિન્સ તેમજ પ્રિન્સેસ ને ખુબ સારા સુંદર આકર્ષક ઇનામો અને શિલ્ડ આપી તેઓનું હાજર આગેવાનો ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે મોરબી પરશુરામ. યુવા ગ્રુપ દ્વારા આ શરદ પૂનમનું જાજરમાન આયોજન માં મોરબીના બ્રહ્મસમાજ ના નાના મોટા તમામ ભાઈઓ વડીલો તેમજ યુવાનો અને યુવતીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને શરદ પૂનમ ની પારિવારિક ભાવનાથી ઉજવણી કરી હતી.આ કાર્યક્રમ માં સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ અને પરશુરામ ધામ ટ્રસ્ટ ના પ્રમુખ ભૂપતભાઇ પંડ્યા,હળવદ બ્રહ્મ સમાજના યુવા અગ્રણી અને સામજીક કાર્યકર તપનભાઈ દવે, સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના મહામંત્રી નીરજભાઈ ભટ્ટ,મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ,સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળના નરેન્દ્રભાઇ મહેતા,બ્રહ્નપુરી ટ્રસ્ટ ના દિનેશભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા, અમીતભાઈ પંડ્યા, મુકેશ ભાઈ જાની (ભૂદેવ), સિનિયર એડવોકેટ અને ગાયત્રી મંદિર ટ્રસ્ટના જગદીશ ભાઈ ઓઝા,કાર્યકર પ્રથમ પંડ્યા,
સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર ભાઇ જોશી (નારૂમામાં), એડવોકેટ એચ. એન. મહેતા,એડવોકેટ નીશીત મહેતા,પીઆઈ એમ પી પંડ્યા,નાયબ મામલતદાર એન.એચ.જોશી, સમસ્ત બ્રહ્મ સમાજના કારોબારી સભ્ય અને નિવૃત્ત એએસઆઇ મુકુન્દરાય પી જોશી, ડો.લહેરું સાહેબ,મહેશભાઈ પિંગળ, ડો.રાજુભાઈ ભટ્ટ, બ્રહમ સમાજ મહિલા પાંખના પ્રમુખ ચેતનાબેન જોશી,એડવોકેટ નોટરી મનીષભાઈ જોશી,ટંકારા પરશુરામ યુવા ગ્રુપના આગેવાન પ્રતિકભાઈ આચાર્ય સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ ભગીનીઓ હાજર રહ્યા હતા અને પરશુરામ યુવા ગ્રુપના તમામ સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો આ સાથે સોશ્યલ મીડિયામાં પણ આ કાર્યક્રમ લાઈવ હોવાથી ગુજરાત ભરમાંથી પરશુરામ યુવા ગ્રુપને ઠેર ઠેર શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.
મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હળવદ શહેરમાં મુખ્ય બજાર અને કોમર્શિયલ વિસ્તારમાં રાત્રી સફાઈ હાથ ધરવામાં આવી હતી.
રાજ્ય વ્યાપી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા ઝુંબેશ સહિતની કામગીરી હાથ ધરવામાં...
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર...