મોરબી: પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી
મોરબી: મોરબીની દિકરી સુરેન્દ્રનગરમાં સાસરે હોય જ્યાં પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા ઘરકામ બાબતે નાની નાની બાબતોમાં મેણા ટોણા મારી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૨૧ માં રહેતા પરવીનબેન અકરમભાઈ સુતાર (ઉ.વ.૩૦) એ આરોપી અકરમભાઇ આરીફભાઇ સુતાર (પતિ), નસીમબેન આરીફભાઇ સુતાર (સાસુ), મુસ્કાનબેન આરીફભાઇ સુતાર હ(નણંદ) રહે ત્રણે ઘાંચીવાડ ટાવર રોડ ધાણી કોઢા શેરી સુરેન્દ્રનગર તથા સોફીયાબેન રમઝાનભાઇ પરમાર (નણંદ) રહે વાવડી રોડ રામ પાર્ક -૨ બેકરી વાળી શેરી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૨-૨૦૧૯ ના આશરે બે વર્ષ બાદથી તા.૧૮-૦૫-૨૦૨૩ સુધી અવાર નવાર ફરીયાદીને આરોપીઓ ઘરકામ બાબતે નાની નાની બાબતે મેણાટોણા મારી મારકુટ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાથી પરવીનબેને આરોપીઓ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૧૧૪ મુજ્બ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.