મોરબીની ફાટસર શાળામાં ભવ્યાતિભવ્ય પ્રવેશોત્સવની ઉજવણી

મોરબી જિલ્લામાં સમગ્ર ગુજરાતની સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રથમ દિવસે ફાટસર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

જેમાં શાળા ના વિદ્યાર્થીઓ માટે ફાટસર ગામનાં દામજીભાઈ રાઠોડ તથા જગદીશભાઈ રાઠોડ તરફથી શાળાના દરેક વિદ્યાર્થીઓ ને ૨ (બે)જોડી યુનિફોર્મ. સ્કૂલ બેગ શૈક્ષણિક કીટ સાથે તેમજ પરિક્ષામાં એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનારને ઇનામ તથા કમ્પ્યુટર (ડેલ) કંપની નંગ ૨ (બે) તથા ગોદરેજ કબાટ -૧ (એક)બધુ મળીને કુલ રૂપિયા ૧૨૩૫૦૦/ એક લાખ તેવીસ હજાર પાંચસો દાન દાતાઓ દ્વારા આપવામાં આવતા શાળાના આચાર્ય નટવરભાઈ ચોટલીયા તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા દાતાઓનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.અને દાતાઓની દાનવીરતાને વધાવવામાં આવી હતી,આમ ફાટસર શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img