મોરબી: મોરબીમાં પીપળીયા ચાર રસ્તા નજીક અર્જુન એન્ટરપ્રાઈઝ કોલસાના ડેલાની બહાર રોડ પર ટ્રક ઉપર ત્રાલપત્રી ઢાકતા ટ્રક ઉપરથી નીચે પટકાતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશના મીરજાપુર જીલ્લાના પહાડી ગામે રહેતા સુનીલકુમાર કમલપ્રસાદ દુબે ઉ.વ.૪૫ વાળો પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા અર્જુન એન્ટરપ્રાઈઝ કોલસાના ડેલાની બહાર રોડ ઉપર ટ્રકમાં ત્રાલપત્રી ઢાકતા ટ્રક ઉપરથી નીચે પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબી શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પર એક શંકાસ્પદ ઇસમ બે અલગ અલગ કંપનીના મોટર સાઇકલ સાથે જોવામા...