મોરબી પોલીસ દ્વારા શહેરમાં કોમ્બીંગ ડ્રાઈવ દરમ્યાન ટ્રાફિક નિયમનો ભંગ કરનાર ઇસમો ઉપર કાર્યવાહી
મોરબી શહેરમાં સિટી એ ડીવીઝન તથા બી ડીવીઝન તથા તાલુકા પોલીસ સ્ટેશન અને એલસીબી દ્વારા કોમ્બીંગ રાખીને નંબર પ્લેટ વગરના વાહનો તથા બ્લેક ફીલ્મ વાળી ગાડીઓ ચલાવતા તથા ટ્રાફીકના નિયમોનુ પાલન નહિ કરનાર તથા દારૂનું વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહિ કરવામાં આવી હતી.
મોરબી શહેરમાં પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો તથા બ્લેક ફીલ્મ વાળી ગાડીઓ ચલાવતા તથા ટ્રાફીકના નિયમોનુ પાલન નહિ કરનાર ઇસમો ઉપર કાર્યવાહી હાથ ધરવા કોમ્બીંગ ડ્રાઈવ રાખવામાં આવલ હોય જે કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન મોરબી એલ.સી.બી./એસ.ઓ.જી. તથા મોરબી શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર-૦૭, પોલીસ સબ ઇન્સ -૧૨ પોલીસ કર્મચારીઓ ૧૩૬ તથા મહીલા પોલીસ ૨૬ ની અલગ અલગ ટીમો બનાવી તેઓ દ્વારા મોરબી સીટી વિસ્તારમાં જરૂરી ફૂટ પેટ્રોલીંગ કરી મોરબીની પ્રજામાં ટ્રાફીકને લગતી જાણકારી લાવવાના હેતુસર ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવેલ તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતી આચરતા પ્રોહી બુટલેગર્સ ઉપર સફળ રેઇડો કરી તેઓ વિરુધ્ધ પ્રોહીબીશનના સફળ કેસો કરવામાં આવેલ છે તથા ટ્રાફીક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી જરૂરી દંડ વસુલવામાં આવેલ તેમજ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.
આ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન મોરબી શહેર પોલીસ દ્વારા નીચે મુજબના કેસો કરવામાં આવેલ છે.
કાળા કાચ વાળી ગાડીઓના કેસો: ૩૮, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનોના કેસો : ૫૧, (એમ.વી.એક્ટ-૨૦૭) વાહનો ડીટેઇનના કેસો : ૩૫, જાહેરમાં તિક્ષ્ણ હથિયાર સાથે (GPA-135) ઇસમના કેસો: ૦૨, શીટ બેલ્ટના કેસો-૦૨, બી.એન.એસ.૨૮૧ મુજબ કેસો – ૦૬, ટ્રાફીક અડચણરૂપ પાર્કીંગના કેસો- ૦૯, ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી વસુલવામાં આવેલ દંડ: એન.સી.૨૭૧ દંડ રૂ.૧,૩૦,૮૦૦, ભરેલ બી રોલની સંખ્યા :૧૨, લીધેલ અ.પગલા : ૧૩, GPA-122 (C) કેશ- ૧, જુગારધારાના સફળ કેસો:૦૨, મોરબી સીટી એ ડીવી, તથા બી ડીવી. તથા મોરબી તાલુકા પો.સ્ટે. તથા એલ.સી.બી. દ્વારા કરવામાં આવેલ પ્રોહી કેસો- ૦૯ જેમાં દેશી દારૂ લીટર- ૫૮ તથા ઇંગ્લીશદારૂ મળી કુલ કિ.રૂ.૧૮,૭૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
મોરબી પોલીસ દ્વારા રાખવામાં આવેલ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશનની ગેરકાયદેસરની પ્રવૃતિને અટકાવવા સારૂ પ્રોહીબીશનના કુલ-૦૯ જેટલા સફળ કેસો શોધી દારૂ લી.-૫૮ તથા ઇંગ્લીશદારૂ મળી કુલ કિ.રૂ.૧૮,૭૫૦/- તથા ટ્રાફીકને લગતા અલગ-અલગ હેડ હેઠળ કુલ ૨૭૧ એન.સી. આપી કુલ કિ.રૂ.૧,૩૦,૮૦૦/-નો દંડ વસુલવામાં આવેલ છે.