મોરબી: પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસે તળે ભાવનગર જેલ હવાલે કરાયો
મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો.
મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સાગરભાઇ કાંતિભાઇ પલણ (લુવાણા) રહે.મોરબી જલારામ પાર્ક, બ્લોક ન.૧૫ નવલખીરોડ, સેન્ટમેરી સ્કુલની પાછળ વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી આરોપી સાગરભાઇ કાંતિભાઇ પલણા (લુવાણા) રહે.મોરબી જલારામ પાર્ક, બ્લોક ન.૧૫ નવલખીરોડ, સેન્ટમેરી સ્કુલની પાછળ વાળાને તા.૩૧/૦૩/ ૨૦૨૪ ના રોજ પાસા એકટ તળે પોતાના રહેણાંક મકાનેથી પકડી, ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.