Saturday, May 4, 2024

મોરબી : પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા મહિલા સહિત ચાર ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: લોકસભાની ચુંટણી અનુસંધાને પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ મહિલા સહિત કુલ-૪ ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જીલ્લાની જેલમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોકલવામાં આવ્યા છે.

આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી શાંતિપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં યોજાય અને આદર્શ આચારસહિતાનો અમલ થાય. તે હેતુથી મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબિશન ગુનામાં સંડોવાયેલ ઇસમો લાલજીભાઇ ઉર્ફે કૌશીકભાઇ જગદીશભાઇ નિમાવત ઉવ-૩૩ રહે જુના નાગડાવાસ તા.જી.મોરબીને ભાવનગર જેલ, અશ્વિનભાઇ રાધવજીભાઈ રાઠોડ ઉવ-૨૨ રહે.જુના નાગડાવાસ તા.જી.મોરબીને જૂનાગઢ જેલ, સાગર ઉર્ફે હઠો રામૈયાભાઈ સવસેટા ઉવ.૨૮ રહે.વવાણીયા તા. માળીયા મિંયાણાને જામનગર જેલ તથા રેખાબેન લલીતભાઇ વધોરા ઉવ.૩૫ રહે. મોરબી વાવડી રોડ, ન્યારા પેટ્રોલપંપ પાછળ, સ્વામીનારાયણ પાર્ક તા.જી.મોરબીવાળા વિરુધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમોની સત્વરે અટકાયત કરવા સારૂ જીલ્લા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી સામાવાળાઓને પકડી ડીટેઇન કરી અલગ-અલગ જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર