મોરબી રાજકોટ હાઇવે પર કારે હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત
મોરબી રાજકોટ હાઇવે સિધ્ધીવીનાયક ટોયોટો શો -રૂમ પાસે રોડ પર કારે પગપાળા ચાલીને જતાં યુવકને હડફેટે લઈ યુવકને શરીર ઇજા પહોંચાડી કાર ચાલક નાસી ગયો હોવાની સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી રવાપર રોડ પર એ.જે. કંપની પાછળ યદુનંદન પાર્ક મૂળ ટંકારા તાલુકાના વીરપર ગામના વતની રમેશભાઈ રમણીકભાઇ સનાળીયા (ઉ.વ.૨૫) એ આરોપી હોન્ડા સીટી કાર જેના રજીસ્ટર નંબર -જીજે-૦૩-જે.એલ-૮૦૦૫ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી ફોર વ્હીલ કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી પગપાળા ચાલીને જતાં હોય ત્યારે ફરીયાદીને કાર ચાલકે ટક્કર મારી માથામાં તથા હાથ પગ તથા શરીરે ઈજા કરી તેમજ આરોપી પોતાની કાર લઇને નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.