મોરબીના રંગપર નજીક કારખાનાના મશીનમાં આવી જતા યુવકનું મોત
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સીમેન્ટો વિટરીફાઈડ કારખાનામાં કામ કરતી વખતે મશીનમાં હાથ આવી જતા ઢસડાય જતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના રંગપર જેતપર રોડ વિરાટનગર સામે સીમેન્ટો વિટરીફાઈડ કારખાનામા લેબર ક્વાટર્સમા રહેતા તુલશીરામ પ્રકાશભાઈ ગુર્જર (ઉ.વ.૧૮) નામનો યુવક સીમેન્ટો વિટરીફાઈડ કારખાનામા કામ કરતો હોય તે વખતે હાથ મશીનમાં આવી જતા ઢસડાય જતા માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.