મોરબીમાં રહેણાંક મકાનમાંથી 94 પ્રતિબંધીત ચાઇનીઝ ફિરકી સાથે એક ઝડપાયો
મોરબી શહેરમાં આવેલ નાની બજારમાં રહેતા આરોપીના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ પ્રતિબંધી ચાઇનીઝ ફિરકી નંગ -૯૪ કિં રૂ. ૩૭,૦૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં મકરસંક્રાંતિ પૂર્વે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અનુસંધાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પોતાના વિસ્તારમાં ચેકિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબીના નાની બજાર ચોકમાં રહેતા આરોપી સમીર બ્લોચના રહેણાંક મકાનમાં રેઇડ કરતા આરોપીએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ પ્રતિબંધીત ચાઇનીઝ ફિરકી નંગ -૯૪ કિં રૂ. ૩૭૦૦૦ નાં મુદામાલ સાથે આરોપી સમીરભાઇ વજીરભાઇ બ્લોચ (ઉ.વ.૨૮) રહે. નાનીબજાર ત્રિકમરાય મંદીર સામે રાધેશ્યામ શેરી મોરબીવાળાને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.