મોરબીમાં રૂપિયા ભરી જવા બાબતે એક શખ્સે ધમકી આપતા આધેડે ફિનાઈલ ગટગટાવ્યું
મોરબી શહેરમાં રહેતા આધેડ એક શખ્સ પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધેલ હોય જે રૂપિયા અડધા ભરી દિધેલ હોય અને બીજા ભરી ન શકતા આરોપીએ આધેડને ફોન પર ટાઈમે રૂપિયા ભરી જવા ધમકી આપતા આધેડે ફિનાઈલ ગટગટાવ્યું હતું.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર ફારુકભાઇ મોહમદભાઇ ગલેરીયા (ઉ.વ.૫૧) રહે. શ્રીજીપાર્ક રવીપાર્ક ની બાજુમા વાવડી રોડ મોરબીવાળાએ એકાદ વર્ષ પેહલા આદીલભાઇ રહે. શ્રીજીપાર્ક રવીપાર્કની બાજુમા વાવડી રોડ મોરબીવાળા પાસેથી રૂપીયા એક લાખ હાથ ઉછીના લીધેલ હોય જે રૂપીયા અડધા ભરી દીધેલ હોય અને બીજા મંદીના કારણે ભરી શકેલ ન હોય જે રૂપીયા સામાવાળાએ ટાઇમે ભરવા ફોન ઉપર ધમકી આપતા હોય જેથી ભોગબનાર કંટાળી જઇ પોતાના ઘરે પોતાની મેળે ફિનાઇલ પી જતા સરકારી હોસ્પીટલ લઇ ગયેલ હોય બેભાન હાલત માં દાખલ કરેલ હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.