મોરબી રાજકોટ હાઇવે પર બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા બે બળદને બચાવ્યા; ચાર શખ્સો સામે ફરીયાદ
મોરબી રાજકોટ હાઇવે રોડ પર વાવડી ચોકડી પાસે રોડ પર બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા બે બળદને બચાવી લઈ ચાર આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા વાઘજીભાઇ નાનજીભાઈ તલવાડીયા તથા નાથાભાઈ ઉર્ફે નથુભાઈ તલવાડીયાએ બોલેરો ગાડી રજીસ્ટર નંબર -જીજે-૧૦-ટીએક્સ-૨૫૯૦ જેની કિંમત રૂપિયા ૪,૫૦,૦૦૦ વાળીમા બે મોટા બળદ જીવ નંગ -૦૨ કિંમત રૂપિયા ૯૦૦૦ વાળા બળદ આરોપી રાજેશભાઈ રામાભાઈ બાવરીયા રહે. ધીયાવડ તા. વાંકાનેરવાળાને ત્યાંથી બોલેરો ગાડીમાં ભરીને આરોપી અજાણ્યા શખ્સ પાસે ઉતારવા માટે જતા હોવાથી બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા હોવાની બળદને બચાવી હિતરાજસિંહ પરમારે ચાર શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો- ભારતીય ન્યાય સંહિતાની કલમ -૨૯૮, ૫૪ તેમજ પશુ સરક્ષણ અધિનીયમની કલમ-૬(એ), ૮(૪) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.