મોરબીને રેલ સુવિધા આપવામાં સરકાર નિષ્ફળ
લાંબા અંતરની તો ઠીક પરંતુ ડેમુ ટ્રેન પણ યોગ્ય રીતે ચલાવી શકતા નથી
મોરબી જિલ્લો છે સીરામીક નગરી છે લાખો પરપ્રાંતિયો મજૂરો છે અનેક વખત લાંબા રૂટની ટ્રેન ની માંગણી કરવામાં આવી છે પરંતુ તે અપાવવામાં મોરબીના રાજકારણીઓ ફેલ થયા છે.
મોરબી વાસીઓ વર્ષોથી લાંબા અંતરની ટ્રેન જંખી રહ્યા હતા ત્યારે વર્ષોની માંગણી બાદ શરુ થયેલ રાજકોટ મોરબી ભૂજ ટ્રેન બંધ કર્યા બાદ હવે ડેમુ ટ્રેનનુ સંચાલન પણ રગડધગડ ચાલી રહ્યું છે. ત્યારે આટલા વર્ષો બાદ પણ ફક્ત મોરબી થી વાંકાનેર ડેમો ટ્રેન આપી છે અને એ પણ અનિયમિત છે ગમે ત્યારે ટ્રીપ રદ થતી હોય છે મોરબી થી વાકાનેર દરરોજ મુસાફરી કરતા ધંધાર્થીઓ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને ખૂબ હાલાકી પડી રહી છે.
રાજકોટ ડીવીઝન તરફથી ચાલતી આ ડેમુ ટ્રેન ગત 22 જુનથી 10 જુલાઈ દરમિયાન અલગ અલગ 5. દિવસની 30 ટ્રીપ રદ કરી દેવામાં આવી હતી તેમજ આગામી 17 જુલાઈ એટલે કે ગુરુવારની તમામ ટ્રીપ રદ કરી દેવામાં આવી છે. રેલ્વે તંત્ર દ્વારા ટેકનીકલ કારણ આપી ડેમુ. ટ્રેન રદ કરી રહી છે. ડેમુ ટ્રેનમાં કોઈ ખામી હોય અને તેના રીપેરીંગ માટે લઈ જવામાં આવતી હોય તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી છેલ્લા 22 દીવસમાં રેલ્વે તંત્ર એ 42 ટ્રીપ રદ કરી દેતા અનેક મુસાફરો રઝળી પડે છે ત્યારે રેલ્વે તંત્ર મોરબી વાસીઓ પાસે રહેલી એક માત્ર ડેમુ ટ્રેન સુવિધા છીનવવા ના પ્રયાસ ન કરી ડેમુ ટ્રેન અથવા મેમુ ટ્રેન ફાળવે તેવી માંગ ઉઠી છે.