મોરબી: રવિરાજ ચોકડી પાસે હાઈવે રોડ બંધ કરી વાહન રોકી અવરોધ કરતા દશ ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ
મોરબી: મોરબી – માળિયા હાઈવે રવિરાજ ચોકડી પાસે હાઈવે ઉપર રોડ બંધ કરી રસ્તે આવતા જતા વાહનો વાળાઓને રોકી ગેરકાયદેસર અવરોધ કરતા મળી આવતા દશ ઈસમોને ઝડપી પાડી આરોપીઓ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ શનિભાઈ રમેશભાઈ વાંજા ઉવ-૨૩ ધંધો-ડ્રાઇવીંગ રહે.માધવ ગૌશાળા પાસે રવાપર મોરબી (૨) મુકેશભાઈ બાબુભાઇ કોળી ઉવ-૩૦ ધંધો-ડ્રાઈવીંગ રહે. વીશીપરા મોરબી (૩) શંકરભાઈ ભવરસિંગ ભીલ ઉવ-૨૮ ધંધો-ડ્રાઈવીંગ રહે. ટીબડી પાટીયા પાસે મોરબી (૪) મુકેશભાઈ તેરૂભાઈ ભીલ ઉવ-૨૯ રહે. માણાબા તા.માળીયા મીયાણા જી.મોરબી (૫) મહેશભાઈ માઘુભાઈ જાદવ ઉવ-૪૦ ધંધો-ડ્રાઈવીંગ રહે. ટીબડી તા-જી મોરબી (૬) રાજુભાઈ જવસિંગ પરમાર ઉવ-૩૧ રહે. ટીબડી તા-જી મોરબી મુળગામ સમોઇ તા.રાણાપુર જી.જાબંવા ( એમ.પી) (૭) જગદીશભાઈ હેમરાજભાઈ માંડવિયા ઉવ-૫૫ ધંધો ડ્રાઈવીંગ રહે. ધુનડા (સ) તા-ટંકારા જી. મોરબી (૮) મનુભાઈ ધનજીભાઈ ડાભી ઉવ-૪૫ ધંધો- ડ્રાઈવીંગ રહે. મયુરનગર તા-હળવદ જી.મોરબી (૯) રમેશભાઈ જેઠાભાઈ સોલંકી ઉવ-૪૩ ધંધો-ડ્રાઈવીંગ રહે. આંદરણા તા-જી મોરબી (૧૦) અજયભાઈ લક્ષ્મણભાઈ ડામોર ઉ.વ.૨૪ રહે.પીપળીયા તા.જી. મોરબીવાળા પકડાયેલ ઇસમો તથા અજાણ્યા માણસો એ કાયદા વિરૂધ્ધની ગેરકાયદે મંડળી રચી તમામે પોતાનો સમાન ઇરાદો બર લાવવા ભેગા મળી મોરબી માળીયા હાઇવે ઉપર રવિરાજ ચોકડી પાસે હાઈવે ઉપર રોડ બંધ કરી રસ્તે આવતા જતા વાહનો વાળાઓને રોકી ગેરકાયદે અવરોધ કરતા મળી આવતા દશ ઈસમોને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૧૪૩,૧૪૯,૩૪૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
