મોરબી: મોરબીના રવાપર – ઘુનડા રોડ વેલકમ પ્રાઈડ ક્રિષ્ના સ્કુલ સામે રેહણાંક એપાર્ટમેન્ટ રૂમ નં – C-901માથી વોચમેનને બે અજાણ્યા શખ્સો બોલાવી રૂ. ૫લાખ ૯૦ હજારની ચોરી કરી લઇ ગયા હોવાની ભોગ બનનારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર – ઘુનડા રોડ વેલકમ પ્રાઈડ ક્રિષ્ના સ્કુલ સામે રેહણાંક એપાર્ટમેન્ટ રૂમ નં – C-901મા રહેતા ડો. અલ્કેશ નાગરભાઈ પારેજીયા (ઉ.વ.૪૫) એ આરોપી વેલકમ પ્રાઈડના સી – બ્લોકના બહાદુર વોચમેન જૈદાન લુવાર માનસીંગ રહે. સાની ત્રીવેણી ગાંવપાલીકા -૨ કાલીકોટ ઉર્ફે જગત બહાદુર તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૧૦-૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે આરોપી જૈદાન લુવાર સી-બ્લોકમાં વોચમેન તરીકે કામ કરતા હેાય જે આરોપીએ અન્ય અજાણ્યા બે ઇસમોને બોલાવી ફરીયાદીના રહેણાંક એપાર્ટમેન્ટ રૂમનં- C-901 ના ઉપરના ટેરેસના પાછળના દરવાજાના એલ્યુમિનીયમની બારી ખોલી રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી નીચેના તથા ઉપરના રૂમના કબાટના લોકર તોડીને ગેસ્ટ રૂમમા રાખેલ રોકડા રૂપીયા ૧૮૦૦૦૦/- તથા દીકરીના ગલ્લાના રૂપિયા ૧૦,૦૦૦/- તથા ફરીયાદીની રોજગોલ્ડ સોનાની લકી ત્રણતોલાની કિ.રૂ.૯૦,૦૦૦/- તથા રોજગોલ્ડ સોનાનો ચેન ચાર તોલાનો કિ.રૂ.૧,૨૦,૦૦૦/- તથા સોનાની વીટી પ, ગ્રામ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા સોનાનો સીકો કિ.રૂ.૧૫,૦૦૦/- તથા ચાંદી દાગીના જેમાં બે જોડી સાંકળા કિ.રૂ.૮૦૦૦/- તથા બે ચાંદીના સીકકા રૂ.૧૦૦૦તથા ચાંદીની કંકાવટી મળી કુલ રૂ.૧૦૦૦/- તથા ઉપરના માળે રૂમના કબાટમાં રાખેલ રોકડા રૂપિયા૧૫૦૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૫,૯૦,૦૦૦/-ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હોવાની ભોગ બનનાર અલ્કેશભાઈ એ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી કલમ.૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...