મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 240 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી જુનાઘંટુ રોડ સીલ્વરપાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં છુપાવેલ અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ- ૨૪૦ કિં.રૂ. ૩,૨૧, ૬૦૦/- ના મુદામાલ સાથે એક આરોપી ને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, અલ્પેશભાઇ રમેશભાઈ કોળી રહે. હાલ જુના ધુંટુરોડ સીલ્વર પાર્ક સોસાયટી મોરબી-ર વાળો તથા રવિભાઇ રમેશભાઇ કોળી એમ બંન્ને ભાગીદારીમાં અલ્પેશ રમેશભાઈ કોળીના કબજા ભોગવટાવાળા રહેણાક મકાનમાં ભારતીય બનાવટના ઇંગ્લીશદારૂનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે અને હાલે તેની પ્રવૃત્તિ ચાલુ છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે આધારે બાતમીવાળી જગ્યોએ રેઇડ કરતા અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ- ૨૪૦ કિં.રૂ. ૩,૨૧, ૬૦૦/- ના મુદામાલ સાથે આરોપી અલ્પેશભાઇ રમેશભાઇ જીંજરીયા રહે. હાલ જુના ધુંટુરોડ સીલ્વર સોસાયટી મોરબી-ર તા.જી. મોરબી મુળ રહે. જોગડ તા. હળવદવાળો મળી આવતા પુછપરછ કરતા અન્ય એક શખ્સ રવિભાઇ રમેશભાઇ વિંજવાડીયા રહે. જુના ધુંટુરોડ સીલ્વર સોસાયટી મોરબી વાળાનુ નામ ખુલતા બંને ઇસમો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.