મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી 05 જગ્યાએ સી.સી. રોડના કામો શરૂ
મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી પાંચ જગ્યાએ સી.સી. રોડના કામો હાલ શરૂ કરવામાં આવેલ છે. આ રોડના કામો તાત્કાલિક પૂર્ણ કરાશે જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હડવી થશે.
મોરબી શહેરમાં કેસર બાગ થી એલ.ઈ.કોલેઝ સુધી રૂ. ૧.૭૬ કરોડના ખર્ચે નવા સી.સી રોડનું કામ ચાલુ કરવામાં આવેલ જે જેમાં હાલે ૩૫૦ મીટર WBM વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે.
તેમજ રૂ.૫૮.૦૧ લાખના ખર્ચે ક્રિષ્ના સ્કુલ થી એસ.પી.રોડ સુધી સી.સી રોડનું કામ ચાલુ કરવામાં આવેલ જે જેમાં હાલે ૧૦૦ મીટર WBM વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે, રૂ. ૫૭.૯૬ લાખના ખર્ચે ચિત્રકૂટ સોસાયટી શેરી નં-૧,૨,૩ માં સી.સી.રોડનું કામ ચાલુ કરવામાં આવેલ જે જેમાં હાલે શેરી નં-૨ અને ૩ માં કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને શેરી નં-૧માં કામ પ્રગતિ હેઠળ છે, રૂ.૫૦.૫૫ લાખના ખર્ચે કેદારીયા હનુમાન થી સેન્ટમેરી ફાટક સુધી સી.સી.રોડનું કામ ચાલુ કરવામાં આવેલ જે જેમાં હાલે ૩૦૦ મીટર PCC વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે અને રૂ.૧૮.૬૧ લાખના ખર્ચે ચામુંડાનગર વિસ્તારમાં સી.સી.રોડનું કામ શરૂ કરવામાં આવેલ જેમાં હાલે ૧૦૦ મીટર PCC વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે.
ઉપરોક્ત કામો તાત્કાલીક પૂર્ણ કરવામાં આવશે આ કામો પૂર્ણ થયેથી શહેરીજનોની ટ્રાફિકની સમસ્યા નિવારી શકાશે અને નવીન સુવિધા મળશે તેવી મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.