Tuesday, October 28, 2025

પડતર માંગણીઓને લઇને મોરબી સરકારી સસ્તા અનાજની દુકાનો 01 નવેમ્બરથી રહેશે બંધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પડતર માંગણીઓને લઇને મોરબી જીલ્લા FPS એસો. દ્વારા 1 નવેમ્બરથી વિતરણથી અળગા રહેવાની આવેદનપત્ર પાઠવી જીલ્લા પુરવઠા અધિકારીને કરી જાણ

મોરબી: વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવા અને નવેમ્બર-૨૦૨૫ના માસ માટે જથ્થાના ચલણ નહી ભરવા ૧ નવેમ્બર ૨૦૨પ થી વિતરણથી અળગા રહેવા અંગે મોરબી જીલ્લા FPS એસોસિએશન દ્વારા મોરબી જીલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી ૧ નવેમ્બર ૨૦૨પ થી વિતરણથી અળગા રહેવા અંગે જાણ કરી છે.

આવેદનપત્રમાં મોરબી જીલ્લા ફેરપ્રાઈઝ શોપ એશોશીયન દ્રારા જણાવ્યું હતું કે રાજય એશોશીએશન દ્વારા ગુજરાત સરકારીના પૂરવઠા મંત્રી અને સંબંધીત અધિકારીઓને વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. આ રજૂઆતોમાં કમીશન દર માં વધારો, ઈ-પ્રોફાઈલ તકેદારી, સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બીલ બને, સમીતીના સભ્યોના ૮૦ ટકા બાયોમેટ્રીક વેરીફીકેશનનો પરીપત્ર રદ કરવા, સમયસર કમીશનની ચુકવણી અને ટેકનીકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે.

આટલા લાંબા સમયથી કરેલી રજૂઆતો છતાં અમારી માંગણીઓનો સંતોષકારક કે લેખીત પ્રતિઉતર મળેલ નથી. આથી ગુજરાત રાજયના બંને સંગઠનો, ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એશોશીયેશન અને ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એશોસીએશન દ્વારા સંયુકત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારી પડતર માંગણીઓનું તાત્કાલીક નિરાકરણ ન આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યાં માર્ગે આંદોલન કરવામાં આવશે.

વધુમાં જણાવ્યુ હતુ કે આ નિર્ણયના ભાગરૂપે નવેમ્બર ર૦૨પ માસના જથ્થાના ચલણ નહી ભરવા અને તારીખ : ૦૧ નવેમ્બર ૨૦૨પ થી વિતરણ પ્રક્રિયાથી સંપુર્ણપણે અળગા રહેવા જઈ રહ્યા છીએ. આ અસહકારનું આંદોલન શરૂ કરવાની જાણ આપને આ આવેદનપત્ર દ્રારા કરવામાં આવી રહી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર