મોરબી શહેરમાં ગઈકાલે મોડી રાત્રે અનારાધાર વરસાદ પડ્યો હતો સાથે સાથે તેજ પવન પણ કુકાયો હતો જેના કારણે અલગ અલગ વિસ્તારમાં પીપળાનું વર્ષો જુના વૃક્ષ અને વીજપોલ પડી જવાની ઘટના બની હતી.
જેમાં મોરબી સામાકાઠે સો ઓરડીમાં આવેલ પોટરી તાલુકા શાળા પાસે ગત રાત્રીના ભારે વરસાદ ના કારણે પીપળાનું વૃક્ષ ધરાસય થતા બાજુમાંથી પસાર થતી વીજલાઈનમાં અટવાતા બે વીજપોલ તૂટી પડ્યા હતા જેની સ્થાનિકોએ પાવર હાઉસને જાણ કરતા ચાલુ વરસાદમાં તાત્કાલિ પાવર હાઉસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વીજ પુરવઠો બંધ કરેલ મેન્ટેનન્સ કામ મોટુ હોવાના કારણે આ વીજલાઇન માંથી આજુબાજુના વિસ્તારનો વિજપુરવઠો હજુ સુધી ખોરવાયેલો છે . વૃક્ષ ધરાસય થતા હાલ આ રસ્તો બંધ છે જેના કારણે વાહનો અને રાહતદારીઓને મુશ્કેલી પડી રહી છે. તથા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી.
